🔥 TRENDING साबला ब्लॉक में मतदान केंद्रों पर मशीन... 19-ാമത് മലപ്പുറം ജില്ലാ സ്പെഷ്യൽ സ്കൂൾ... Cyclone Arnab Weakens After Landfall Y... Sudeep Pharma's Gujarat Facility Recei... Gujarat Peanut Prices Rise on Growing... Tata Projects wins GSFC order to build...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગરમાં PIIએ સરિ્વસ રિવોલ્વરથી આત્મહત્યા કરી

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 03:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર પોલીસ બેડાને હચમચાવી નાખતી એક દુ:ખદ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSIએ આત્મહત્યા કરી લીધી છે. સેકટર 27 પોલીસ લાઇનમાં રહેતા PSI તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સરિ્વસ રિવોલ્વરથી આપઘાત કરતા ગાંધીનગર એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કર્યો છે.|

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે અચાનક લમણે ગોળી મારી આત્મઘાતી પગલું ભરી લીધા બાદ ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સહકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

આ ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે મૃતદેહને પોતાના| કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસિ્પટલ ખસેડ્યો હતો. તમામ ટેકનિકલ પુરાવાઓ મેળવવા માટે પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી છે.પારિવારિક વિવાદ હોવાનું પ્રાથમિક અનુમાન

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો| અથવા અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, પોલીસનું કહેવું છે કે આ માત્ર| પ્રાથમિક અનુમાન છે. મૃતક પીએસઆઈ ઝાલા છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો| સામનો કરી રહ્યા હતા કે કેમ તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાતનું સાચું કારણ તો ઊંડી તપાસ અને જો સુસાઈડ નોટ મળી આવે તો અથવા ફોરેનિ્સક રિપોર્ટ આવ્યા બાદ

જ સ્પષ્ટ થશે.શું પોલીસકર્મીઓ વર્ક લોડને કારણે તણાવમાં રહે છે? પોલીસ વિભાગમાં કૌટુંબિક કે માનસિક તણાવના ઉકેલ માટે કોઈ સિસ્ટમ છે કે કેમ? વગેરે જેવા સવાલો ઊભા થયા છે. પોલીસકર્મીઓના આત્યંતિક પગલાંએ સુરક્ષા તંત્રમાં માનસિક તણાવ અને કામના ભારણના ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જાન્યુઆરીમાં 24 કલાકમાં 3 પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી હતી

ગત જાન્યુઆરીમાં રાજ્યમાં 24 કલાકમાં ત્રણ

પોલીસકર્મીએ આત્મહત્યા કરી લીધી હતી. ભાવનગર, ભરૂચ અને ગાંધીનગરના પોલીસ કર્મી સામેલ હતા.
📲Get App