🔥 ट्रेंडिंग ચુડા પો.સ્ટે. ના ચોનઠા ગામની સીમમાંથી... અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ૪.૩૭ કરોડથી... અમરેલીના ધારી નજીક છતડીયા ગામ પાસે 8 થ... विश्व मच्छर दिवस: अहमदाबाद नगर निगम ने... अहमदाबाद नगर निगम ने सफाई कर्मचारियों... ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂની અસરને કા...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ખેડાના આજરોલીમાં જનતા રેડ બાદ પોલીસ બેડામાં ખળભળાટ: જમાદારની બદલી, PI સામે કાર્યવાહીની માંગ

✍️ रिपोर्टर: Alpeshkumar Rathod 🗓 21 अग. 2026, 02:48 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આજરોલી ગામમાં જનતા રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આજરોલી ગામે સ્થાનિક લોકો દ્વારા પાડવામાં આવેલી જનતા રેડમાં મોટી માત્રામાં ઇંગ્લિશ અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ ઘટના બાદ ઠાસરા પોલીસ મથકમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાઓ પર જ્યારે જનતાએ જાતે જ રેડ કરવાની નોબત આવી, ત્યારે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આજરોલી ગામ સાંઢેલી બીટ હેઠળ આવે છે. જનતા રેડની ઘટના બાદ પોલીસ પ્રશાસને તાત્કાલિક ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે સાંઢેલી બીટના જમાદાર જીતુભાઈની તાત્કાલિક આંતરિક બદલી કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

જોકે, આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું માત્ર નાના કર્મચારીઓ પર જ ગાજ પડશે કે પછી જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સામે પણ કડક પગલાં કે સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવામાં આવશે? સ્થાનિક જનતા હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કડક કાર્યવાહીની રાહ જોઈ રહી છે.
📲Get App