🔥 ट्रेंडिंग राजस्थान में अनोखा मामला! रिश्ता टूटा... व्यापारी और सुरक्षा गार्ड ने युवक पर ड... साई पल्लवी ने रामायण भाग 2 की शूटिंग प... गोवा शिपयार्ड ने नई ऑफ़शोर पॅट्रोल वेस... केपीसीसी ने चीफ जस्टिस से किया माफ़ी,... सिक्किम विश्वविद्यालय ने 2026 में फील्...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Petrol

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 28 अक्टू. 2026, 01:06 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir hiji

દ્વારકાના રૂપૈણ બંદરના ૧૦૦૦થી વધુ માછીમારો પેટ્રોલ સબસીડીથી વંચિત: આજીવિકા સંકટમાં
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપૈણ બંદર ખાતે ઓટો બોર્ડ મોટર (OBM) બોટ ધરાવતા ૧૦૦૦થી વધુ નાના માછીમારો સરકારની પેટ્રોલ સબસીડી યોજનાનો લાભ ન મળવાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ અંગે ભીમ આર્મીના દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ઉપાધ્યક્ષ ભેંસલીયા અમીન કાસમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પોરબંદર, માંગરોળ અને વેરાવળ જેવા નજીકના બંદરો પર માછીમારોને કરોડો રૂપિયાની પેટ્રોલ સબસીડી આપવામાં આવે છે. આરટીઆઈ (RTI) દ્વારા મળેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માટે પોરબંદરને રૂ. ૮.૨૫ કરોડ, માંગરોળને રૂ. ૩.૯૬ કરોડ અને વેરાવળને રૂ. ૬.૩૮ કરોડથી વધુની સબસીડી ફાળવવામાં આવી છે. જોકે, રૂપૈણ બંદર પર GFCCA પંપને પેટ્રોલ વેચવાની મંજૂરી ન હોવાને કારણે અહીંના માછીમારોને એક પણ રૂપિયાની સબસીડી મળતી નથી.
આના પરિણામે, રૂપૈણ બંદરના માછીમારોને ખાનગી પંપ પરથી મોંઘા ભાવે પેટ્રોલ ખરીદવા મજબૂર થવું પડે છે. આર્થિક બોજને કારણે ઘણી બોટો બંધ પડી છે અને માછીમારોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. આવેદનપત્રમાં આ ભેદભાવને ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે.
માછીમારોએ માંગ કરી છે કે રૂપૈણ બંદરના GFCCA પંપને તત્કાલિક OBM બોટ માટે પેટ્રોલ વેચવાની મંજૂરી આપવામાં આવે અને અહીંના નાના માછીમારોને પણ સબસીડી યોજનાનો લાભ પૂરો પાડવામાં આવે.
📲Get App