🔥 TRENDING મોડાસા-માલપુર હાઇવે પર કાર ખાબકતા ચાલક... मुख्यमंत्री का अंतागढ़ आगमन: विकास कार... आरा सदर अस्पताल में चौथे दिन भी ओपीडी... भोजपुर में खेत जाते समय बिजली का करंट... Three Killed in Separate Road Accident... Toddler Among Two Fatalities in Road A...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં 'વેપન કાર્ટેલ' સામે PCBની મોટી કાર્યવાહી, વધુ ત્રણ આરોપી ત્રણ દેશી પિસ્તોલ સાથે ઝડપાયા
National

રાજકોટમાં 'વેપન કાર્ટેલ' સામે PCBની મોટી કાર્યવાહી, વધુ ત્રણ આરોપી ત્રણ દેશી પિસ્તોલ સાથે ઝડપાયા

✍️ Reporter: Patel Bhavik Harshadbhai 🗓 17 Jul 2026, 10:17 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેર પોલીસે ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે વધુ એક મોટી સફળતા મેળવી છે. શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી કથિત "વેપન કાર્ટેલ"ના વધુ ત્રણ આરોપીઓને ત્રણ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાની ટીમે અગાઉ આ જ કાર્ટેલના આઠ આરોપીઓ પાસેથી 21 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન આરોપી પ્રદીપભાઈ કરપડાએ ધ્રુવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર અને શ્યામ રાજુભાઈ પરમારને દેશી પિસ્તોલ સપ્લાય કરી હોવાની માહિતી આપી હતી.
આ માહિતીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ, અંદાજિત ₹30 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી બાદ અત્યાર સુધી "વેપન કાર્ટેલ" સાથે સંકળાયેલા કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી કુલ 24 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, એટ્રોસિટી તેમજ પ્રોહિબિશન એક્ટ સહિતના ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર કાર્યવાહી PCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયા, PSI પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે ગેરકાયદેસર હથિયારોના સમગ્ર નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે.
📲Get App