🔥 TRENDING जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প... ছাগলের জন্য ঘাস কাটতে গিয়ে বিদ্যুৎস্পৃ... કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદાર નોંધણ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ફિલાટેલી પ્રદર્શન **“PATANPEX–2026”**ના ઉદ્ઘાટન સમારોહમાં બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહી સંવાદ કર્યો.

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 05:29 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે ભારતીય ડાક વિભાગ, પાટણ ડિવિઝન દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ફિલાટેલી પ્રદર્શન **“PATANPEX–2026”**ના ઉદ્ઘાટન સમારોહમાં બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહી સંવાદ કર્યો.

ટપાલ ટિકિટો માત્ર ટપાલ વ્યવહારનું માધ્યમ નથી, પરંતુ આપણા દેશના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ, મહાન વ્યક્તિત્વો, કલા અને રાષ્ટ્રીય વારસાને સાચવી રાખતું એક અમૂલ્ય દસ્તાવેજ છે. ફિલાટેલી જેવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ નવી પેઢીમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનની ભાવના અને સંગ્રહની સર્જનાત્મક રુચિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. “King of Hobbies” તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું PATANPEX–2026નું આયોજન ખરેખર પ્રશંસનીય છે.

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ શ્રી કૃષ્ણકુમાર યાદવજી (IPoS), રાજેન્દ્રપુરી ગોસ્વામીજી પોસ્ટ ડિવિઝન અધિક્ષક, કોલેજ ના ડીન સમાજસેવક શ્રી લાલજીભાઈ ડી. દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.
📲Get App