🔥 TRENDING વિજાપુરમાં BOB ATMમાં ગાયો ઘૂસી, ગ્રાહ... રાજકોટ ઝનાના હોસ્પિટલમાં મોબાઇલ ચોરી ક... હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં ભારે... અલખ યાત્રાનો આરંભ અમરેલીના સાવર કુંડલા... रात भर बारिश के बावजूद गाँव में नहीं क... मुरैना जिले के कैलारस तहसील में किसानो...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Nuksan

✍️ Reporter: Sabir Haji 🗓 15 Sep 2026, 11:15 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દેવભૂમિ દ્વારકા: રૂપણ બંદરે પાર્કિંગના અભાવે દરિયાઈ તોફાનમાં બોટો અથડાતાં માછીમારોને ભારે આર્થિક નુકસાન
દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા રૂપણ બંદર પર ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે સ્થિતિ અતિ ગંભીર બની છે. યોગ્ય પાર્કિંગ અને સુરક્ષિત બોટ બર્થિંગની સુવિધા ન હોવાને કારણે દરિયાના તેજ પવનમાં ઊછળતા મોજાં વચ્ચે નાંગરેલી હોડીઓ અને બોટો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ રહી છે, જેના લીધે બોટમાલિકો અને માછીમારોને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
દરિયામાં ઊઠેલા તેજ પવન અને વરસાદી માહોલને લીધે બંદર પર બોટોનો ભરાવો થયો છે. પરંતુ, સુવ્યવસ્થિત બોટ પાર્કિંગ કે પ્રોટેક્શન હોર્ન/જેટીની પૂરતી સુવિધા ન હોવાથી બોટો એકબીજા સાથે ભટકાઈને તૂટી રહી છે. કેટલીક બોટોના તળિયા ભાંગી ગયા છે તો કેટલાકના એન્જિન અને લાકડાના માળખાને ગંભીર ક્ષતિ પહોંચી છે. દિન-રાત મહેનત કરીને રોજીરોટી કમાતા હોડીવાળાઓ પોતાની આંખ સામે જ પોતાની હોડીઓને તબાહ થતી જોઈ લાચાર બની ગયા છે.
માછીમારોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસા કે તોફાની વાતાવરણ વખતે આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. રૂપણ બંદર પર સુરક્ષિત બોટ પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા સેફ જેટી બનાવવામાં આવે તેવી વર્ષો જૂની માંગણી હજુ પણ અધૂરી છે.
હાલમાં બોટમાલિકો પોતાની રોજીરોટી સમાન હોડીઓને બચાવવા માટે જીવના જોખમે મથામણ કરી રહ્યા છે. સ્થાનિક માછીમાર સમુદાયે તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરી પીડિત હોડીવાળાઓને યોગ્ય વળતર આપવામાં આવે અને રૂપણ બંદર પર કાયમી પાર્કિંગ સુવિધા ઉભ
📲Get App