🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંબઈમાં NUCFDCના નવા ભવનનું ઉદ્ઘાટન, માલપુર નાગરિક સહકારી બેંકની ઐતિહાસિક સિદ્ધિ
Local

મુંબઈમાં NUCFDCના નવા ભવનનું ઉદ્ઘાટન, માલપુર નાગરિક સહકારી બેંકની ઐતિહાસિક સિદ્ધિ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Aug 2026, 09:04 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે NUCFDCના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં માલપુર નાગરિક સહકારી બેંકે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી.

08 ઓગષ્ટ 2026ના રોજ શનિવારે મુંબઈ ખાતે ભારત સરકારના સહકાર મંત્રાલયના Umbrella Organisation – NUCFDCના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારત સરકારના માનનીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, NUCFDCના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર મહેતા અને CEO શ્રી પ્રભાત ચતુર્વેદી સહિત સહકારી ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દેશની આશરે 1,400 જેટલી અર્બન કો-ઓપરેટિવ બેંકોમાં, ધી માલપુર નાગરિક સહકારી બેંક લિ. દ્વારા NUCFDCના પ્રથમ “SHAHAKAR CBS” ડ્રીમ પ્રોજેક્ટને અમલમાં મૂકનાર સમગ્ર ભારતની પ્રથમ બેંક બનવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.

આ અનોખી સિદ્ધિ બદલ બેંકના ચેરમેન શ્રી મિતુલભાઈ આર મહેતા અને ડિરેક્ટર શ્રી નિશ્ચલભાઈ જે પટેલને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

NUCFDCના કર્મચારીગણ અને દેશભરની આશરે 400 જેટલી સહકારી બેંકોમાંથી ઉપસ્થિત ચેરમેનશ્રીઓએ પણ મિતુલભાઈ મહેતા અને નિશ્ચલભાઈ પટેલને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. માલપુર માટે આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સહકારી ક્ષેત્રમાં માલપુરની નવી ઓળખ સ્થાપિત કરનારી ઐતિહાસિક ઉપલબ્ધિ છે.
📲Get App