🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાફરાબાદમાં સાયબર અવેરનેસ રેલી યોજાઈ

NSS અને જાફરાબાદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં ૩૮ વિદ્યાર્થીઓ જોડાયા

જાફરાબાદમાં સાયબર અવેરનેસ રેલી યોજાઈ NSS અને જાફરાબાદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં ૩૮ વિદ્યાર્થીઓ જોડાયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Aug 2026, 11:12 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાફરાબાદમાં સાયબર અવેરનેસ રેલી યોજાઈ

NSS અને જાફરાબાદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં ૩૮ વિદ્યાર્થીઓ જોડાયા

જાફરાબાદ, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬
"વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવાના હેતુથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાફરાબાદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ‘સાયબર અવેરનેસ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના આચાર્યશ્રી ડૉ. વિરલકુમાર શીલુના માર્ગદર્શન હેઠળ તથા NSS પ્રકલ્પ કો-ઓર્ડિનેટર પ્રો. સતિષ મેઘાણીના સંયોજનમાં તા. ૫ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન યોજાયેલી આ રેલીમાં કોલેજના ૩૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સાયબર અવેરનેસ રેલી દરમિયાન જાફરાબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો તથા સામાન્ય નાગરિકોને સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા તેમજ મોબાઈલ OTP અને શંકાસ્પદ લિંકના માધ્યમથી થતા ફ્રોડથી બચવા અંગે જન-જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ટૂંકું અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના થકી વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને સાયબર ગુનાઓથી બચવા માટે સાવચેત રહેવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
📲Get App