Health
કોલેજ શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી પી. એસ. પવાયા સાયન્સ કોલેજ પાલનપુર તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ સ્થળ: રપટ થી ધાબાવાળી વાવ N.S.S. યુનિટ
મહા સ્વછતા અભિયાન
મહાસ્વચ્છતા અભિયાન અહેવાલ
કોલેજ શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી પી. એસ. પવાયા સાયન્સ કોલેજ પાલનપુર
તારીખ: ૨૮/૦૯/૨૦૨૬
સ્થળ: રપટ થી ધાબાવાળી વાવ N.S.S. યુનિટ
ભાદરવી પૂનમના પાવન અવસર નિમિત્તે અંબાજી તરફ જતા માર્ગોને સ્વચ્છ અને સુંદર રાખવાના હેતુથી શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી પી. એસ. પવાયા સાયન્સ કોલેજ, પાલનપુરના N.S.S. યુનિટ દ્વારા તા. ૨૮/૦૯/૨૦૨૬ના રોજ મહાસ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત N.S.S.ના સ્વયંસેવકો દ્વારા રપટ થી ધાબાવાળી વાવ સુધીના માર્ગ પર તથા આસપાસના વિસ્તારમાં પડેલા પ્લાસ્ટિકના રેપર, પાણીની પ્લાસ્ટિક બોટલો અને અન્ય કચરો એકત્રિત કરી સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવા, કચરો જાહેર સ્થળે ન નાખવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર અભિયાન પ્રોગ્રામ ઓફિસર ડૉ. વીરજીભાઈ ચૌધરી, ડૉ. ખ્યાતિબેન ચૌધરી અને ડૉ. મયુરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું. N.S.S.ના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.
આ અભિયાન દ્વારા સ્વયંસેવકોમાં સેવાભાવ, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધુ મજબૂત બની હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.