🔥 ट्रेंडिंग धुरंधर 2 के निर्माता ने साउंडट्रैक के... शेहनाज़ गिल ने बताया, बिग बॉस 13 में मह... वेम्बली गोलीबारी पीड़ित की स्थिति पर प... रवि तेजा‑विवेक अथरेया की नई फ़िल्म का... अजय देवगन ने कर्गिल में ‘चौहान’ की शूट... छत्तीसगढ़ सरकार ने 18 पुलिस अधिकारियों...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના NRI વેપારીની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા
विदेश

અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના NRI વેપારીની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 09:06 AM 👁 47
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમેરિકાના ટેનેસી રાજ્યમાં લૂંટના ઇરાદે આવેલા માસ્કધારી શખ્સે મહેસાણાના વતની અને વેપારી સુરેશ પટેલની ગોળી મારી હત્યા કરી છે.

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના વતની અને NRI વેપારી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેક્સન ખાતે આવેલા તેમના સ્ટોરમાં એક માસ્કધારી શખ્સ લૂંટના ઇરાદે ઘૂસી આવ્યો હતો. લૂંટારૂએ સ્ટોરમાં ફાયરિંગ કરતા સુરેશ પટેલને ગોળી વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના તેમની ૧૯ વર્ષની દીકરીની નજર સામે બની હતી.

આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App