🔥 TRENDING Jaishankar Says India Must Trade with... Jaishankar: India must do business wit... Delimitation to Influence India's Econ... Scroll.in Explores How Indian Forests... Tamil Nadu's 'Vijay Model' Seen as Pot... The Revolutionaries release ‘Jai Durga...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના NRI વેપારીની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 09:06 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા જેક્સન શહેરમાં મહેસાણાના વતની અને NRI વેપારી સુરેશ પટેલની માસ્કધારી શખ્સે ગોળી મારી હત્યા કરી છે.

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના વતની અને NRI વેપારી સુરેશ પટેલની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુરેશ પટેલ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં વેપાર કરતા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક માસ્કધારી શખ્સે લૂંટના ઇરાદે સુરેશ પટેલના સ્ટોરમાં ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ આખી ઘટના તેમની 19 વર્ષની દીકરીની નજર સામે બની હતી, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.
📲Get App