स्थानीय
સુરતમાં નવરાત્રિ આયોજકો માટે ફાયર NOC માથાનો દુઃખાવો, 4 ને મંજૂરી મળી નથી
સુરત શહેરમાં નવરાત્રિ ઉત્સવનો રંગ જામ્યો છે, પરંતુ કેટલાક મોટા ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીની મંજૂરી મેળવવી મુશ્કેલ બની રહી છે. ફાયર વિભાગના કડક નિયમોને કારણે હજુ પણ 4 આયોજકો NOC વગરના છે.
સુરત શહેરમાં માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જોકે, કેટલાક મોટા અને કોમર્શિયલ ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીની મંજૂરી મેળવવી એક મોટો પડકાર સાબિત થઈ રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા અપનાવવામાં આવેલા કડક વલણને કારણે હજુ પણ 4 મોટા ગરબા આયોજકો ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) થી વંચિત રહ્યા છે.
મળતી માહિતી મુજબ, VR મોલ સામે ચાર ડોમવાળી નવરાત્રિ આયોજન સ્થળને એક નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સરસાણા ડોમ ખાતે યોજાઈ રહેલી નવરાત્રિને બે નોટિસ ફટકારવામાં આવી હતી. ખાસ કરીને, સરસાણા ડોમમાંથી 17 જેટલા ગેસ સિલિન્ડર મળી આવતા ફાયર વિભાગે વધુ કડકાઈ દાખવી હતી. આ ઉપરાંત, હજીરા રોડ પર યોજાઈ રહેલી નવરાત્રિને પણ છેલ્લી ઘડીએ ફાયર NOC આપવામાં આવી હતી.
સુરત શહેરમાં નવરાત્રિ દરમિયાન સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કુલ 30 જેટલા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન થાય તે માટે ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રોફેશનલ ગરબાનું આયોજન કરતા આયોજકો દ્વારા ફાયર વિભાગમાં NOC માટે કુલ 22 અરજીઓ કરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા આ અરજીઓની ફાયર સેફ્ટીના નિયમો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી બાદ, સાંજ સુધીમાં 18 આયોજકોને ફાયર વિભાગ તરફથી NOC મંજૂર કરવામાં આવી હતી. જોકે, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ચાર ગરબા આયોજકોને રવિવાર મોડી સાંજ સુધી ફાયર સેફ્ટીની મંજૂરી મળી શકી ન હતી, જેના કારણે તેઓ NOC વગર આયોજન કરી રહ્યા છે.