🔥 TRENDING ग्राम पंचायत वेंडिया ग्राम छांगाड़ी प्रयागराज में पंचायत चुनाव की सुगबुगाह... लखनऊ में दर्दनाक हादसा: दखिना टोल प्ला... प्रयागराज में पंचायत चुनाव की सुगबुगाह... Tripura CM Urges TET Paper-I Qualifier... Kanda Express to Deliver 440 MT of Oni...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)ની મુલાકાતે

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 06:54 PM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)ની મુલાકાતે; પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના આ ઐતિહાસિક સ્થળે આકાર પામી રહેલા લોથલના આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટના વિવિધ વિકાસકાર્યોના નિર્માણની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આકાર પામી રહેલા આ કોમ્પલેક્ષ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ, ગેલેરીઓ તેમજ વિશ્વના સૌથી ઊંચા 'લાઈટહાઉસ મ્યુઝિયમ'નું નિર્માણ થઈ રહ્યું છે; મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી...

પ્રવાસીઓ માટે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનનારા આ કોમ્પલેક્ષની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગેની સમીક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ કરી...
📲Get App