🔥 TRENDING ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... Mizoram CM Urges Hindi Skills for Jobs... Water Cannons Fired at Congress Protes... Bike Crashes into Concrete-Pouring Mac...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રસ્તા વપરાશકર્તાઓની સલામત અવરજવર માટે અમરેલી જિલ્લામાં NH ROWમાંથી અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી દેરડી-લાઠી વચ્ચે NH ROW વિસ્તારમાં અંદાજે ૩૦ જેટલા અનધિકૃત દબાણો દૂર કરાયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Sep 2026, 08:56 AM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રસ્તા વપરાશકર્તાઓની સલામત અવરજવર માટે અમરેલી જિલ્લામાં NH ROWમાંથી અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી

દેરડી-લાઠી વચ્ચે NH ROW વિસ્તારમાં અંદાજે ૩૦ જેટલા અનધિકૃત દબાણો દૂર કરાયા


અમરેલી, તા. ૧૧ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લામાં રસ્તા વપરાશકર્તાઓની સલામત અને સુગમ અવરજવર સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI), PIU-રાજકોટ દ્વારા નેશનલ હાઈવેની Right of Way (ROW)માં આવેલા અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીના ભાગરૂપે આજે દેરડીથી લાઠી વચ્ચેના નેશનલ હાઈવેના ROW વિસ્તારમાં આવેલા અંદાજે ૩૦ જેટલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તેમજ પોલીસ બંદોબસ્ત હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે આ કામગીરી કરવામાં આવી હતી.

નેશનલ હાઈવેની ROWમાં આવેલા અનધિકૃત દબાણોના કારણે વાહનવ્યવહારને અવરોધ થવાની તેમજ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને અન્ય રસ્તા વપરાશકર્તાઓની સલામતી પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને NHAI દ્વારા આવા અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

આ ઉપરાંત, નેશનલ હાઈવેની ROWમાં અનધિકૃત રીતે દબાણ કરનારા તમામ દબાણકર્તાઓને જાહેર હિત તથા માર્ગ સલામતીને ધ્યાને લઈ પોતાના અનધિકૃત દબાણો સ્વેચ્છાએ તાત્કાલિક દૂર કરવા અપીલ કરવામાં આવે છે. જેથી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સલામત, સુગમ અને અવરોધમુક્ત રહી શકે.

NHAI દ્વારા જાહેર હિત અને માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી નેશનલ હાઈવેની ROWને દબાણમુક્ત રાખવા માટે આવી કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.
📲Get App