🔥 TRENDING E20 जनतां पार्टी ने E20पेट्रोल पर पूर्... नई E20 जनता पार्टी का गठन, 238K फॉलोवर... Karnataka Reservoirs Hit Second-Lowest... Rajasthan Couple Throws Two Children i... Rajasthan HC Calls on JDA to Explain D... Rajasthan PTET 2026 First Counselling...
27 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર મુકામે કિરણ મોટર્સ (મારુતિ સુઝુકી) ખાતે નવી 'ન્યૂ બ્રેઝા' (New Brezza) કારના ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહી

હિંમતનગર મુકામે કિરણ મોટર્સ (મારુતિ સુઝુકી) ખાતે નવી 'ન્યૂ બ્રેઝા' (New Brezza) કારના ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 09:26 AM 👁 37
હિંમતનગર મુકામે કિરણ મોટર્સ (મારુતિ સુઝુકી) ખાતે નવી 'ન્યૂ બ્રેઝા' (New Brezza) કારના ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહી કારનું અનાવરણ કર્યું.

​આ પ્રસંગે કિરણ મોટર્સ પરિવારને નવી શરૂઆત માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવી કાર ગ્રાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે તેવી આશા છે.

​આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાશ્રી બળવંતસિંહ દેવડા, હિંમતનગર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ ભાટી, ફાયર સ્ટેશન સમિતિના ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી તેમજ કિરણ મોટર્સના CEO સુનિલ હિવાલે અને નેહા શેઠ, મેનેજર સંદીપરાજ પવાર, દેવેન્દ્રસિંહ રાઠોડ, જુગનુ સુથાર સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App