🔥 ट्रेंडिंग తణుకులో రేపు విద్యుత్ సరఫరా నిలిపివెత. नशे की लत से जूझ रहा युवक, परिवार परेश... મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિ... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંત... Bidar JDS news ગાંધી જયંતિ નિમિતે સ્વછતા અભિયાન
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના બારડોલી તાલુકાના સ્નેહલ રાઠોડે NEET-2026માં સફળતા મેળવી MBBSમાં પ્રવેશ મેળવ્યો
शिक्षा

સુરતના બારડોલી તાલુકાના સ્નેહલ રાઠોડે NEET-2026માં સફળતા મેળવી MBBSમાં પ્રવેશ મેળવ્યો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 सित. 2026, 09:10 PM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્નેહલ રાઠોડે આર્થિક સંઘર્ષ વચ્ચે મહેનત અને સમુદાયની સહાયથી NEET-2026 પાસ કરી વિસનગર મેડિકલ કોલેજમાં MBBS માટે પ્રવેશ મેળવ્યો.

સુરત જિલ્લામાં બારડોલી તાલુકાના રાયમ ગામના હળપતિ સમાજના યુવાન સ્નેહલ રાઠોડે આર્થિક સંઘર્ષ વચ્ચે પોતાની મહેનત અને મક્કમ ઈચ્છાશક્તિના બળે NEET-2026ની પરીક્ષા પાસ કરી અને વિસનગર મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો, જે તેમના પરિવાર અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

સ્નેહલનું પરિવાર સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે. તેના પિતા અશોકભાઈ રાઠોડ ગેરેજમાં મજૂરી કરીને દૈનિક આશરે રૂ.300 આવક મેળવે છે, જ્યારે માતા મેઘુબેન રાઠોડ બારડોલીમાં અન્ય ઘરોમાં કચરા-પોતાં અને વાસણનું કામ કરીને પરિવારના ખર્ચમાં સહયોગ આપે છે. મર્યાદિત આવક હોવા છતાં પરિવાર સ્નેહલની અભ્યાસમાં શક્ય તેટલો સહયોગ આપ્યો.

સ્નેહલની શૈક્ષણિક યાત્રા સરકારી શાળાથી શરૂ થઈ. તેણે રાયમ ગામની સરકારી પ્રાથમિક શાળા, ત્યારબાદ વરાડની સરકારી શાળા, ધોરણ 9 અને 10 અમલસાડીની શાળા, અને ધોરણ 11‑12 બારડોલીમાં આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળામાં સાયન્સ સ્ટ્રીમ પૂર્ણ કરી.

પરિવાર, શિક્ષકો અને સમાજનો સહયોગ સ્નેહલની NEET તૈયારી દરમિયાન મહત્વપૂર્ણ રહ્યો. તેના મામા દીપકભાઈ રાઠોડ, શાળાના આચાર્યશ્રી, તેમજ શિક્ષિકા વર્ષાબેન વરવા, કાજલબેન ચૌધરી, ઝીનલબેન ચૌધરી, અંજલિબેન ચૌધરી, નિધિબેન ચૌધરી અને લક્ષ્ય એકેડેમીના શિક્ષક જીગ્નેશ સર ચૌધરીએ માર્ગદર્શન આપ્યું. અંતિમ તબક્કામાં રીમા હોસ્ટેલમાં રહેવાની અને તૈયારી કરવાની સુવિધા પણ મળી.

સ્નેહલએ પોતાની સફળતા અંગે કહ્યું કે, "જો કોઈ બાળક કંઈક કરવાની મક્કમ ઈચ્છા રાખે તો તે ઘણું બધું કરી શકે છે." હવે MBBS અભ્યાસ માટે હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચનું પડકાર પરિવાર સામે છે, અને સમાજને આર્થિક સહાય માટે વિનંતી કરે છે જેથી તે કોઈ આર્થિક અડચણ વિના ડૉક્ટર બની સમાજની સેવા કરી શકે.
📲Get App