🔥 ट्रेंडिंग இந்திய கம்யூனிஸ்ட் கட்சியின் குற்றச்சா... नागालैंड की महिला सुरक्षा की छवि को मि... हॉर्नबिल फ़ेस्टिवल में ट्रैफ़िक नियंत्... किशनगंज में ट्रक ने सेवानिवृत्त शिक्षक... बेतिया में सेनको गोल्ड ज्वेलरी लूट में... *” ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಮಂಠಾಳ ಪೊಲೀಸ ಠಾಣ...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગર જિલ્લામાં ડ્રગ્સ મુક્ત અભિયાન અંતર્ગત NDPSના પાંચ કેસ નોંધાયા ચોટીલા, સાયલા અને સુરેન્દ્રનગર શહેર સહિત પાંચ અલગ-અલગ સ્થળોએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 नव. 2026, 06:47 PM 👁 64
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવેમ્બર માસ દરમિયાન જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન ચોટીલા, સાયલા અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અલગ-અલગ પાંચ સ્થળોએ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા લીલા ગાંજાના વાવેતર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લીલા ગાંજાના છોડ ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કુલ પાંચ ગુના નોંધવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં ડ્રગ્સ મુક્ત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા આવી કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી રહી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App