🔥 ट्रेंडिंग ब्रेकिंग न्यूज़ | माहला में 3 हितग्राह... अजयगढ़ में बाबा बागेश्वर रथ यात्रा में... भरतपुर के पूर्व विधायक अतार सिंह भड़ान... ਪੰਜਾਬ ਦੇ ਅਧਿਆਪਕਾਂ ਵੱਲੋਂ 2 ਦਿਨਾਂ ਦੀ ਸਮੂ... मनेंद्रगढ़ पुलिस ने ब्रेजा कार को आग ल... દ્વારકા રોડ પર હસ્થલ પાટીયા પાસે ગમખાર...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શામળાજી પોલીસ સ્ટેશનના ૬ વર્ષથી ફરાર NDPS આરોપી દિલ્હીથી ઝડપાયો..
अपराध

શામળાજી પોલીસ સ્ટેશનના ૬ વર્ષથી ફરાર NDPS આરોપી દિલ્હીથી ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 12 अक्टू. 2026, 01:55 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા NDPS કેસમાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ૨૦૨૧ માં ૩૬ લાખના ચરસ સાથે ઝડપાતા સમયે ફરાર થઈ ગયો હતો..

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી ફરાર એક આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.આ કાર્યવાહી અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા કરવામાં આવી છે.પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાની સૂચનાઓને પગલે પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ નાસતા ફરતા અને જામીન પર છૂટેલા આરોપીઓની તપાસ કરી રહ્યા હતા.તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર સોમાભાઇને બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૮૨/૨૦૨૧, NDPS એક્ટની કલમ ૨૦(બી),૨૨(સી),૨૯ હેઠળના આરોપી રવી ચેતનસિંગ કુમાર જે દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહે છે, તે તેના ઘરે હાજર છે..

બાતમીના આધારે ટીમે દિલ્હી પહોંચી આરોપી રવીકુમાર ચેતનસિંગ કુમારને ઝડપી પાડ્યો.પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે અને તેનો મિત્ર કરણ શર્મા ૨૦૨૧ માં ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં આશરે ૩૬ લાખ રૂપિયાના ૨૪ કિલોગ્રામ ચરસ લઈને ગુજરાતમાં આવી રહ્યા હતા. તે સમયે શામળાજી રતનપુર ચેકપોસ્ટ ખાતે તેમને પકડવામાં આવ્યા હતા, પરંતુ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યારથી ફરાર હતો.છેલ્લા ૬ વર્ષથી ફરાર આ આરોપીને દિલ્હીના રોહિણી ખાતેથી દબોચી લેવાયો છે.આરોપીને મોડાસા પેરોલ ફર્લો સ્ક્વોડની ઓફિસ લાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે..

ત્યારબાદ આરોપીને ગુનાની તપાસ અને આગળની કાર્યવાહી માટે શામળાજી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ સફળતા બદલ પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી ગણવામાં આવી રહી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પી.પી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કલ્પેશસિંહ કરણસિંહ(એલ.સી.બી),આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર સોમાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિહ કિશનસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઇ અરવિંદભાઇ (એલ.સી.બી),આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનીલકુમાર ભુલાભાઇ(એલ.સી.બી),આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુધીરકુમાર બાબુભાઇ (એલ.સી.બી),ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર લક્ષ્મણભાઇ(એલ.સી.બી).
📲Get App