🔥 TRENDING મહેસાણામાં-: LCB દ્વારા ગોવિંદવાડી (કટ... കേരള മുഖ്യമന്ത്രി വിടി സതീശൻ ഇന്ന് ഇടു... Veteran filmmaker Chandrashekhar urges... પારડી નજીક વલ્લભ આશ્રમ શાળા પાસે ગમખ્વ... आसनसोल के जुबली मोड़ पर पेट्रोल स्कूटर... Ashish Nehra Declines CSK Coaching Off...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પોલીસે NDPS કેસમાં ૧૦ વર્ષની સજા પામેલ અને ૨ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 05:26 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડે NDPS ગુનામાં ૧૦ વર્ષની સજા પામેલ અને છેલ્લા ૨ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે..

અરવલ્લીમાં-:
પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા NDPS (નશીલા પદાર્થ પ્રતિબંધક અધિનિયમ) ગુનામાં ૧૦ વર્ષની સજા પામેલ અને છેલ્લા ૨ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે..

આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા બે વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સતત તપાસ અને વોચ ગોઠવીને આ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.આ કાર્યવાહીથી પોલીસ વિભાગે ગુનાખોરી ડામવા અને કાયદાનું પાલન કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
📲Get App