🔥 TRENDING દયાપર હોમગાર્ડ યુનિટ દ્વારા માતાના મઢ... Dry Weather to Persist Across Jammu Ka... Sajad Lone Labels Delhi‑Srinagar Bus A... Rahul Gandhi questions Modi, Shah in G... Rahul Gandhi decries vote‑stealing in... Goa HSSC 2026 Results Declared; Consol...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કરોડો રૂપિયાના ઓનલાઈન સાયબર ફ્રોડ આચરતી સાયબર સિન્ડિકેટના "મ્યુલ એકાઉન્ટ" (Mule Accounts) અંગે ગુનો દાખલ.
National

કરોડો રૂપિયાના ઓનલાઈન સાયબર ફ્રોડ આચરતી સાયબર સિન્ડિકેટના "મ્યુલ એકાઉન્ટ" (Mule Accounts) અંગે ગુનો દાખલ.

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Sep 2026, 06:28 PM 👁 262
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાયબર ફ્રોડ આચરતી ગેંગ ઝડપાઈ..

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ સાયબર ફોડ નિવારણ અર્થે શરૂ કરાયેલ "Operation Mule Hunt" અન્વયે ગુજરાત રાજ્યના ડીજીપી જી.એસ.મલિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, સાબરકાંઠાનાઓની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલ હિંમતનગર વિભાગના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા ડીજીટલ નાણાકીય ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને પકડી પાડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.Indian Cyber Crime Coordination Centre (14C) SAMANVAYA પોર્ટલ અને નેશનલ સાયબર કાઇમ રીપોટીંગ પોર્ટલ (NCRP) પર ઉપલબ્ધ સાથબર ફોડના ડેટાનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન સાબરકાંઠાના હિંમતનગર તથા ઇડર તાલુકા આસપાસ આવેલ ગામોના શંકાસ્પદ "મ્યુલ એકાઉન્ટ્સ" (Mule Accounts) મળી આવ્યા હતા. સાબરકાંઠા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, બંધન બેંક તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી વિવિધ બેંકોમાં ખોલવામાં આવેલા ૧૨ જેટલા બેંક એકાઉન્ટ્સમાં એક જ પેટર્નથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવેલ છે. આ તમામ બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં ટોલ ફ્રી નંબર ૧૯૩૦ થી NCRP પોર્ટલ પર કુલ-૧૭ જેટલી ફરિયાદો નોંધાયેલી મળી આવેલ છે..

મુખ્ય વિગતો અને આંકડાકીય માહિતી:
કુલ મળી આવેલા શંકાસ્પદ મ્યુલ ખાતાઓની સંખ્યા: ૧૨ (૪ વ્યક્તિઓના નામે) ૧૯૩૦ ટોલ ફ્રી નંબર ઉપર થયેલ NCCRP કુલ અરજીઓની સંખ્યા:૧૭,સાયબર સિન્ડિકેટ દ્વારા આચરવામાં આવેલ કુલ ફોડની રકમ: રૂ. ૧૪,૨૪,૫૯,૬૬૮/-

ઉપરોક્ત મ્યુલ ખાતાઓમાં ટ્રાન્જેક્શન થયેલ રકમ રૂ.૨૦,૩૧,૫૮૮/- આરોપીઓ દ્વારા અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે છેતરપિંડી કરી તે નાણાં તેમના મળતિયાઓ (મ્યુલ ખાતાધારકો) ના તથા તેઓના પરિવારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા..

મુખ્ય આરોપીઓ દ્વારા મ્યુલ ખાતાધારકોને તેઓના ખાતામાં આવતી રકમના ૩ થી ૪% કમિશનની લાલચ આપવામાં આવતી હતી. મ્યુલ ખાતાધારકો ફોડની રકમ એ.ટી.એમ અથવા ચેકથી ઉપાડી તેમજ કોમન સર્વિસ સેન્ટરના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડ મેળવી મુખ્ય આરોપીઓને પહોંચાડતા હતા..

આમ,આર્થિક લાભ મેળવવા સારૂ પૂર્વ આયોજિત કાવતરું રચી ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવેલ છે. જેમાં તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
📲Get App