🔥 TRENDING Bihar CM Samrat Chaudhary Issues Direc... Four Indore-Delhi Trains Cancelled as... उरई से झांसी सिटी तक का सफर, बदलती झां... કચ્છ: ખાવડા નજીક ભયાનક અકસ્માત, 7 શ્રમ... बिलौंची में सड़क सुरक्षा की मांग को ले... सभी मकान मालिकों को 24 घंटे पहले सूचना...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતના MSME ક્ષેત્રને મળશે વિકાસનો વેગ…

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 04:24 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના MSME ક્ષેત્રને મળશે વિકાસનો વેગ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ MSME માટે નવી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી; MSME ક્ષેત્રને માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત રાખવાને બદલે મૂડી રોકાણ, વ્યાજ, વીજળી, રોજગાર, ગુણવત્તા પ્રમાણપત્ર, ટેક્નોલોજી, પેટન્ટ, ઊર્જા-પાણી બચત, ડિજિટલ ટેક્નોલોજી, AI, તાલીમ અને બજારમાં મૂડી ઊભી કરવાની ક્ષમતા જેવા અનેક પાસાંઓમાં સહાય પૂરી પાડવામાં આવશે…

નવી સહાય યોજના અંતર્ગત પાંચ વર્ષ સુધી પસંદગીના સેક્ટર્સને વિવિધ પ્રોત્સાહન અને વિશેષ લાભ પૂરા પાડવામાં આવશે; સાથે જ મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટ-અપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને વધારાની વ્યાજ સહાય આપવાનો વ્યાપક અભિગમ અપનાવવામાં આવશે…
📲Get App