🔥 ट्रेंडिंग बोकारो में त्योहारों के मद्देनजर पुलिस... केंद्रीय गृह मंत्री अमित शाह ने नई दिल... हरपालु रोड पर गांव के बाहर सड़क दुर्घट... कर्नाटक की अर्ध‑हेल्मेट प्रतिबंध पर नि... लॉ‑एंड‑ऑर्डर पार्टी ने जीयनेश कुमार के... भारत ने 12 अक्टूबर को साइबर अपराधों मे...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

MPના 6 લોકોની હત્યાનો વોન્ટેડ આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 अक्टू. 2026, 07:38 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં મે 2023માં જમીન વિવાદમાં 6 લોકોની હત્યા કરી ફરાર થયેલો અને રૂ. 30,000 ના ઈનામી આરોપી રામુસિંહ તોમરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના કુખ્યાત હત્યાકાંડના આરોપી રામુસિંહ તોમરને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. આ આરોપી મે 2023માં મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદમાં એક પરિવારના 6 લોકોની અંધાધૂંધ ગોળી મારી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ હત્યાકાંડ બાદ આરોપી પર મધ્યપ્રદેશ પોલીસે રૂ. 30,000 નું ઈનામ જાહેર કર્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી રામુસિંહ તોમર ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં મજૂર તરીકે રહેતો હતો. તેણે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં છુપાઈને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હરિયાણાના ગુરુગ્રામમાં ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાંથી તેને દબોચી લીધો.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ 2013માં થયેલી તેના કાકાની હત્યાનો બદલો લેવા માટે આ 6 લોકોની હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી રામુસિંહ તોમરને ઝડપી લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેને મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તૈયારી કરી રહી છે.
📲Get App