Crime
MPના 6 લોકોની હત્યાનો વોન્ટેડ આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયો
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં મે 2023માં થયેલા 6 લોકોની હત્યાકાંડનો મુખ્ય આરોપી રામુસિંહ તોમરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. આરોપી પર રૂ. 30,000નું ઈનામ જાહેર કરાયું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં થયેલા 6 લોકોની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી રામુસિંહ તોમરને હરિયાણાના ગુરુગ્રામથી દબોચી લીધો છે. આ આરોપી મે 2023માં જમીન વિવાદમાં એક પરિવારના 6 સભ્યોની અંધાધૂંધ ગોળી મારી હત્યા કરવાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં થયો હતો. આરોપી રામુસિંહ તોમર પર આરોપ છે કે તેણે 2013માં થયેલી તેના કાકાની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગુના બાદ ફરાર થયેલા આરોપી પર મધ્યપ્રદેશ પોલીસે રૂ. 30,000નું ઈનામ પણ જાહેર કર્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં મજૂર તરીકે કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાં ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાંથી આરોપી રામુસિંહ તોમરને ઝડપી પાડ્યો. આરોપી છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં છુપાઈને રહેતો હતો.
ઝડપાયેલા આરોપી રામુસિંહ તોમરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી તેને કાયદા મુજબની સજા મળી શકે.