Religion
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરમાં ગણપતિ બાપ્પા સ્થાપન, MP શોભનાબેન બારૈયા ઉપસ્થિત..
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણપતિ બાપ્પા સ્થાપિત કરવામાં આવ્યા, જેમાં માનનીય સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા..
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભવ્ય આગમન અને સ્થાપન કરવામાં આવ્યું.
આ પાવન અવસરે સાંસદ શોભના બારૈયા,ધારાસભ્ય વી.ડી.ઝાલા તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક કુલદિપ નાયી તેમજ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ તેમજ વિશેષ ઉપસ્થિત રહ્યા અને બાપ્પાની આરાધના કરી..
ગણપતિ બાપ્પા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા અર્પે તેવી મંગલ કામના કરવામાં આવી..
ગણપતિ બાપ્પા મોરિયા!