🔥 TRENDING ઊંઝામાં દારૂના ગેરકાયદે વેચાણ સામે સ્થ... ନାଗ ସାପ ସହ ରିଲ୍ସ କରିବା ହେଲା କାଳ, ଗଲା ଜ... વડોદરાના સૌથી મોટા ગરબામાં ૨૦થી વધુ મો... ପ୍ରିନ୍ସିପାଲଙ୍କୁ ହତ୍ୟା ଧମକ ପରେ ନିର୍ବାଚନ... ଖେଳ ଛୁଟିରେ ଛାତ୍ରୀଙ୍କୁ ଶ୍ରେଣୀ ଗୃହକୁ ଡାକ... रतनगढ़ माता मंदिर में सुरक्षा व्यवस्था...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી વચ્ચે કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન માટે MoU

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 12 Oct 2026, 11:18 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS) વચ્ચે કૃષિ ક્ષેત્રમાં નવીન સંશોધન અને વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ પહેલ SSIP 2.0 અંતર્ગત 650 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

કૃષિ ક્ષેત્રમાં નવીન સંશોધન, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારોને પ્રોત્સાહન આપી તેમને સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો છે.

ગુજરાત નોલેજ સોસાયટી (GKS) તથા SSIP સેલ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) ના અમલીકરણ અંતર્ગત આ કરાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ મહાવિદ્યાલયની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કુલપતિ ડૉ. ચોવટિયાએ જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન 650 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.

આ વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) તથા સંશોધન પ્રસ્તાવોને પ્રૂફ ઑફ કન્સેપ્ટ (PoC)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા અંગે જાગૃત કરવામાં આવશે. SSIP 2.0 અંતર્ગત, ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા બે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરાયો છે. આ પહેલથી કૃષિ વિદ્યાર્થીઓને પોતાના સંશોધન અને નવીન વિચારોને વ્યવહારુ સ્વરૂપ આપવાની દિશામાં પ્રોત્સાહન મળશે.

આ યુનિટ ડૉ. પી. ડી. કુમાવત, પ્રિન્સિપાલ અને ડીનના અધ્યક્ષસ્થાને કાર્યરત રહેશે. જ્યારે મહાવિદ્યાલયના એસોસિયેટ પ્રોફેસર ડૉ. હિરેન પી. ઢોલરિયા અને ડૉ. બી. સ્વામીનાથન સ્ટાર્ટઅપ તથા ઇનોવેશન સંબંધિત પ્રવૃત્તિઓના સંકલનકાર તરીકે કામગીરી સંભાળશે. આ પ્રસંગે યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એ. જી. પાનસુરિયા અને રજિસ્ટ્રાર ડૉ. વાય. એચ. ઘેલાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમજૂતી કરારથી કૃષિ ક્ષેત્રમાં નવીન સંશોધન, વિદ્યાર્થીઓની ઉદ્યોગસાહસિક ક્ષમતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App