🔥 TRENDING Himachal Pradesh to Repurchase Dhaulas... Congress leader Harak Singh Rawat says... Uttarakhand to Chart 100 New Trekking... Students present development ideas to... Delhi DTC strike enters fourth day, ov... Delhi University Students' Union polls...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હીરા અને ટેક્સટાઇલ નગરી સુરતને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH)ની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:30 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દૈનિક 6.25 લાખ મુસાફરોની ક્ષમતા સાથે 6 ગેટ્સ બનશે સુરત MMTH દેશમાં ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) ક્ષેત્રે નવું સીમાચિહ્ન સાબિત થશે. આ કેન્દ્રમાં ભારતીય રેલવે, GSRTC ઇન્ટર-સ્

હીરા અને ટેક્સટાઇલ નગરી સુરતને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH)ની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ ‘સિટકો’ (SITCO) દ્વારા કુલ 2.5 લાખ ચોરસ મીટરના વિશાળ પરિસરમાં ₹1,250 કરોડથી વધુના ખર્ચે આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. બે તબક્કામાં ચાલી રહેલા કામકાજ પૈકી ફેઝ-1 નું 51% અને ફેઝ-2 (એલિવેટેડ કોરિડોર)નું 42% કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. આ હબને ડિસેમ્બર-2027 સુધીમાં લોકોની સેવા માટે સંપૂર્ણ સુસજ્જ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

દૈનિક 6.25 લાખ મુસાફરોની ક્ષમતા સાથે 6 ગેટ્સ બનશે સુરત MMTH દેશમાં ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) ક્ષેત્રે નવું સીમાચિહ્ન સાબિત થશે. આ કેન્દ્રમાં ભારતીય રેલવે, GSRTC ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ (ISBT), પાલિકાની સિટી બસ, બીઆરટીએસ (BRTS) તેમજ ભવિષ્યમાં આકાર લેનારી મેટ્રો સેવાને એકીકૃત કરી દેવાશે. મુસાફરોની સરળ અવરજવર માટે 6 વિશાળ એન્ટ્રી-એક્ઝિટ ગેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મહાકાય હબ દરરોજ 6.25 લાખથી વધુ મુસાફરોની અવરજવરનું સરળતાથી સંચાલન કરી શકશે.

ફેઝ-1: 877.78 કરોડના ખર્ચે બિલ્ડિંગ-કોન્કોર્સનું નિર્માણ ડિસેમ્બર 2022થી પ્રારંભ થયેલા ફેઝ-1 અંતર્ગત ₹877.78 કરોડના ખર્ચે સ્ટેશન અને ટર્મિનલનું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે:
📲Get App