🔥 TRENDING Haryana NEET UG 2026 Round 2 Counselli... BJP Offers ₹2,100 to Haryana Women, ₹1... CAQM Criticises Haryana Pollution Boar... Chhattisgarh to Invest ₹500 Crore in S... Chhattisgarh Cabinet Approves ₹500 Cr... Chhattisgarh High Court Rules Sharia B...
09 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

MLA હાર્દિકભાઈપટેલ સાહેબ ની વિરમગામ પ્રત્યેની લાગણી અને વિચાર ધારા

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Sep 2026, 04:28 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના સક્રિય પ્રયાસોથી ૧૧ ગામોમાં રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે નવા પાણીના બોર બનાવવામાં આવશે.વિરમગામ તાલુકાના ભાવડા, દેવપુરા, રહેમલપુર, જાદવપુરા, કરિયાલા, નીલકી અને દેત્રોજ તાલુકાના સુવાળા, જીવાપુરા, શિહોર, તેમજ માંડલ તાલુકાના હાંસલપુર અને વનપરડી ગામોમાં પાણીના બોર બનાવવામાં આવશે.આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ મદદ મળશે અને ગ્રામજનોને પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.ગ્રામ પંચાયત તરફથી લોકફાળો ભરવામા આવે તે સાથે જ તુરંત બોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
“ગામનો છોકરો, કામનો છોકરો”
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App