🔥 TRENDING Junior doctors strike at Darbhanga Med... Sons of Late A. Venkatesh Nayak Donate... FKJ Releases Genre‑Blending Chill Trac... India Coach Jamil Signals Openness to... ED Seizes ₹4.2 Crore Socorro Property... Goa’s Leaders Say State Needs 40 Citiz...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: વટવામાં ગાંજા અને MD ડ્રગ્સનું વેચાણ કરતો માફિયા ઝડપાયો, ખરીદવા લાગતી લાઈનો

✍️ Reporter: Chauhan Dolatsinh 🗓 25 Sep 2026, 02:28 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વટવા પોલીસે ગાંજા અને મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ₹100માં ગાંજાની પડીકી વેચતો હતો અને તેને ખરીદવા માટે લોકોની લાઈનો લાગતી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. વટવા પોલીસે બાતમીના આધારે ગાંજો અને મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી ₹100માં ગાંજાની પડીકી વેચતો હતો અને તેને ખરીદવા માટે લોકોની લાઈનો લાગતી હતી.

પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી કુલ 215 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹66 હજાર થાય છે. આ ઉપરાંત, તેની પાસેથી 18 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ પણ મળી આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ગાંજો વેચવાના બદલામાં ₹500ની મજૂરી મેળવતો હતો.

આ સમગ્ર રેકેટમાં વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા છે. વટવા પોલીસે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App