🔥 TRENDING જાફરાબાદમાં BSNLની નબળી નેટવર્ક સેવા સ... સાબરકાંઠાના બડોલીમાં કમળાના કેસ: આરોગ્... Kerala Blasters Club to be Taken Over... Vizhinjam Port May Cut India's Cargo D... ધારી વન વિભાગે વગર પરમિશને લાકડાં લઈ જ... Four Dead, Seven Injured After Two Car...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા કરવા અપનાવ્યો બાઈક ચોરીનો રસ્તો, પોલીસ ઝડપી પાડ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Sep 2026, 10:38 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે એક MBA થયેલા 25 વર્ષીય યુવક દર્શન તિરગરને બાઈક ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. નોકરી છૂટી ગયા બાદ આવક ઓછી પડતાં તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુનામાં પોલીસે એક 25 વર્ષીય MBA થયેલા યુવક દર્શન તિરગરને ઝડપી પાડ્યો છે. મૂળ હિંમતનગરનો રહેવાસી દર્શન અગાઉ એક ખાનગી કંપનીમાં રૂ. 60 હજારના પગારની નોકરી કરતો હતો. જોકે, નોકરી છૂટી ગયા બાદ તેણે Blinkit જેવી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ શરૂ કર્યું હતું, પરંતુ વધતા મોજશોખ અને ઓછી આવકને કારણે તેણે ચોરીનો સહારો લીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચાણક્યપુરી વિસ્તારમાં થયેલી બાઈક ચોરીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીક લાગેલા CCTV ફૂટેજ તપાસતાં એક યુવક ટોપી પહેરીને બાઈક લઈ જતો નજરે પડ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે બાતમીના આધારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાંથી આરોપી દર્શન તિરગરને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી બાઈક પણ કબજે લીધી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં તેણે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App