🔥 TRENDING वोट चोर गद्दी छोड़ के नारे के साथ कोंग्... 80 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથ... બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ... कर्मचारी के 42 लाख लेकर हुआ फरार हिसार में शोधार्थियों का अनिश्चितकालीन... Assam Woman's Body Found in Andhra Pra...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પેટલાદમાં ઘરેલુ LPG સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ? પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો

✍️ Reporter: Samir Malek 🗓 08 Oct 2026, 02:05 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદ શહેરના ગંજ બજાર અને એસ.ટી. ડેપો ખાતેના ચા સ્ટોલમાં ઘરેલુ લાલ LPG સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાના ફોટા સામે આવ્યા છે, જેના પગલે પુરવઠા વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પેટલાદ શહેરના ગંજ બજાર વિસ્તારમાં આવેલ સરગમ સમોસા તેમજ એસ.ટી. ડેપો ખાતેના ચા સ્ટોલ પર ઘરેલુ ઉપયોગ માટેના લાલ રંગના LPG સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાના ફોટા સામે આવ્યા છે. આ ઘટના બાદ ધંધાકીય સ્થળોએ ઘરેલુ LPG સિલિન્ડરનો ઉપયોગ નિયમસર છે કે કેમ તે અંગે હવે પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ખાસ કરીને એસ.ટી. ડેપો જેવા જાહેર સ્થળે જ્યાં મુસાફરોની સતત અવરજવર રહેતી હોય, ત્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તો સલામતીના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં, તેની પણ તપાસ જરૂરી બની છે. આ મુદ્દો સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમ કે શું ખરેખર ઘરેલુ ગેસ સિલિન્ડરનો ધંધાકીય ઉપયોગ થઈ રહ્યો છે? શું પુરવઠા વિભાગ દ્વારા આવા સ્થળોએ નિયમિત ચેકિંગ કરવામાં આવે છે? જો નિયમભંગ થતો હોય તો જવાબદાર સામે ક્યારે કાર્યવાહી થશે? અને જાહેર સ્થળે ગેસ સિલિન્ડરના ઉપયોગ અંગે સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં?

આ ફોટા સામે આવ્યા બાદ હવે સ્થાનિક લોકો દ્વારા પેટલાદ પુરવઠા વિભાગને સ્થળ તપાસ કરી હકીકત સ્પષ્ટ કરવા અને જો નિયમભંગ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.
📲Get App