🔥 TRENDING New Song 'Laado' from Awarapan 2 Relea... મહુવા સુગરની ચૂંટણીમાં આજે ખરાખરીનો ખે... Udta Teer releases new track ‘Bhootni... Bala Releases New Song "Pyaar Toh Tha" Allahabad HC Takes Note of Greater Noi... Delhi Park Gang‑Rape Incident Highligh...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેન અને WAG-12 લોકોમોટિવને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Sep 2026, 04:32 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતેથી દેશની પ્રથમ LNG ટ્રેન અને શક્તિશાળી WAG-12 વિદ્યુત લોકોમોટિવને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ સાથે ₹1542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા તરફ એક ક્રાંતિકારી પહેલ સમાન, ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં 40 ટકા સુધી LNG ઉપયોગ કરતી ભારતની સૌપ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ LNG ટ્રેન તેમજ શક્તિશાળી WAG-12 વિદ્યુત લોકોમોટિવને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. ડીઝલની બચત અને ઉત્સર્જનમાં ભારે ઘટાડો કરનારી આ હરિત પહેલ ભારતીય રેલવેની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની કટિબદ્ધતાને સાકાર કરે છે.

આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશની પ્રથમ LNG ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ સાથે સાબરમતી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોના લોકાર્પણ ઉપરાંત ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ₹1542 કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું અમદાવાદ ખાતેથી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન સંપન્ન થયું.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલ રેલવે સુવિધાઓ ભવિષ્યમાં મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવેના બજેટમાં થયેલ નિરંતર વૃદ્ધિથી ભારતીય રેલવેના થયેલ કાયાકલ્પ વિશે સૌને માહિતગાર કર્યાં તેમજ 'મેક ઇન ઇન્ડિયા' વિઝનને વેગ સાથે 'આત્મનિર્ભર ભારત' બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે જનકલ્યાણના અભિગમને પરિણામે વધી રહેલ નાગરિકોના 'ઇઝ ઓફ લિવિંગ' અંગે સૌને પરિચિત કર્યાં. સાથે જ તેમણે આજે શુભારંભ થયેલ દેશની પ્રથમ LNG ટ્રેનની શરૂઆત ગ્રીન અને ક્લીન એનર્જીની દિશામાં નક્કર કદમ સાબિત થશે તેમ જણાવી, વિકાસ કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે અમૃત ભારત રેલવે સ્ટેશન જેવી પહેલથી દેશભરમાં આધુનિક બની રહેલ રેલવે માળખા અંગેની રૂપરેખા આપી અને આધુનિકીકરણ થકી વિકસિત ભારતના નિર્માણમાં રેલવે વિભાગ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
📲Get App