🔥 TRENDING રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાત... BJP MLA Injured After Fortuner Skids I... Kedarnath Landslide Claims Lives, Auth... Elderly Indian Woman Robbed of ₹1.9 mi... Indian Woman in Canada Shares Emotiona... India Aims to Keep Chess Olympiad Gold...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનું ગૃહમંત્રી અમિત શાહે કર્યુ લોકાર્પણ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Sep 2026, 01:48 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી સ્ટેશન ખાતેથી દેશની સૌપ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. આ પગલું રેલવે ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ અને આત્મનિર્ભર ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

આ નવીન પહેલ હેઠળ, DPC એન્જિનમાં ખાસ ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવી છે. આ ટેકનોલોજી ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેના પરિણામે વાર્ષિક લાખો રૂપિયાની બચત થવાની અપેક્ષા છે. આનાથી પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે.

LNG સંચાલિત ટ્રેનોનો ઉપયોગ ભારતીય રેલવેને વધુ ટકાઉ અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. આ ટેકનોલોજી ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.
📲Get App