🔥 TRENDING Meghalaya’s Garo Rice Beer Brand Targe... Tripura Police Issues Alert Over Risin... Tripura to Restart Its Only Hydroelect... Residents Block Road in North Tripura... Family Abandons 8-Year-Old at Himachal... Himachal Postal Service to Expand Dron...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

નવસારી LCBના PSI એમ.બી. ગામીત અને ટીમને મળ્યો 'E-COP ઓફ ધ મંથ' એવોર્ડ

✍️ Reporter: Chandrakant Mistry 🗓 09 Oct 2026, 06:48 PM 👁 42
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના PSI એમ.બી. ગામીત અને તેમની ટીમને ગુજરાત પોલીસના DGPના હસ્તે જુલાઈ-૨૦૨૬ માટે 'E-COP ઓફ ધ મંથ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ નવસારી પોલીસે રાજ્યસ્તરે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે.

નવસારી પોલીસ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે જ્યારે ગુજરાત પોલીસના માનનીય પોલીસ મહાનિર્દેશક (DGP) સાહેબના હસ્તે જુલાઈ-૨૦૨૬નો “E-COP ઓફ ધ મંથ” એવોર્ડ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના PSI એમ.બી. ગામીત તથા તેમની ટીમને એનાયત કરવામાં આવ્યો છે.

આ સિદ્ધિ માત્ર એક એવોર્ડ નથી, પરંતુ ટીમની નિષ્ઠા, મહેનત, સમર્પણ અને ફરજ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. આ પુરસ્કાર ટીમના ઉત્કૃષ્ટ કાર્ય અને પોલીસિંગમાં તેમના યોગદાનને બિરદાવે છે.

ખાસ ગૌરવની વાત એ છે કે વર્ષ ૨૦૨૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજી વખત E-COP ઓફ ધ મંથ એવોર્ડ પ્રાપ્ત કરીને નવસારી પોલીસે રાજ્યસ્તરે પોતાની કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ કામગીરીની છાપ છોડી છે. આ સિદ્ધિ અન્ય પોલીસ ટીમો માટે પ્રેરણારૂપ બની રહેશે.
📲Get App