🔥 TRENDING હિંમતનગર બસ સ્ટેશન ખાતે ‘ગ્રામ હાટ’નું... पूर्व भाजपा सांसद धर्मेंद्र कश्यप ने क... Gold-Silver ਦੀਆਂ ਕੀਮਤਾਂ ''ਚ ਵੱਡਾ ਫੇਰਬਦ... हनुमानगढ़ में श्रीमद्भागवत गीता ज्ञान... અમદાવાદ: ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગય... Punjab Shopkeeper Dragged 15 Metres Af...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા LCB દ્વારા ૨૨ લાખથી વધુના વિદેશી દારૂના કેસમાં કુખ્યાત બુટલેગર PASA હેઠળ ઝડપાયો..
Crime

બનાસકાંઠા LCB દ્વારા ૨૨ લાખથી વધુના વિદેશી દારૂના કેસમાં કુખ્યાત બુટલેગર PASA હેઠળ ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 05:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી નવરાત્રી પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, બનાસકાંઠા LCB એ ૨૨ લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા એક કુખ્યાત બુટલેગરને PASA હેઠળ અટકાયત કરી જેલ ભેગો કર્યો છે..

બનાસકાંઠામાં-:
આગામી નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાલનપુર દ્વારા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા એક કુખ્યાત બુટલેગરને PASA હેઠળ અટકાયત કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ અને રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિને વધુ બળ મળ્યું છે.પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ પાલનપુર અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબે પાલનપુરના નિર્દેશો અનુસાર LCB પાલનપુરની ટીમે ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે અસરકારક પગલાં ભરવા માટે ટાસ્ક સોંપવામાં આવ્યો હતો.અગાઉ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૨,૧૩,૯૦૦ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ સાજીદભાઈ હુસેનભાઈ મુસલા (ઉંમર ૨૧, રહે. અનાપુર, ધાનેરા) સામે LCB પાલનપુર દ્વારા જરૂરી રેકર્ડ એકત્ર કરી PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા આરોપીની ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને તેની અટકાયત માટે PASA દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.LCB પાલનપુરની ટીમે ચોક્કસ માહિતી અને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધાનેરા ખાતેથી આરોપી સાજીદભાઈ હુસેનભાઈ મુસલાને ઝડપી પાડ્યો હતો.તેને PASA હેઠળ અટકાયત કરી લાજપોર,સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે..

આરોપી સાજીદભાઈ હુસેનભાઈ મુસલાનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કાયદાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હતો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિંહ મોતીસિંહ,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ,હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર મોતીભાઈ,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ડાહયાભાઈ,હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સોમસિંહ,હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ સ્વરૂપાજી,પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીમાજી,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શ્રોફ,પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ધુળાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ આશીષકુમાર કાનજીભાઈ.
📲Get App