Crime
સુરત ગ્રામ્ય LCB દ્વારા કરોડોની ATM લૂંટનું મોટું ષડયંત્ર નિષ્ફળ: બે સ્થાનિક સૂત્રધાર ઝડપાયા
દિવાળીના તહેવારો પહેલા દક્ષિણ ગુજરાતમાં ATM મશીનો કાપી કરોડોની રોકડ ચોરી કરવાની યોજના સુરત ગ્રામ્ય LCB દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી છે. પોલીસે બે સ્થાનિક સાગરીતોને હથિયારો અને ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યા છે.
દિવાળીના તહેવારો પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ATM મશીનો કાપી કરોડોની રોકડ તફડાવવાનું એક મોટું ષડયંત્ર સુરત ગ્રામ્ય LCB દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ મામલે પોલીસે હરિયાણાથી કુખ્યાત ‘મેવાતી ગેંગ’ના કટર-શાર્પશૂટરોને તેડાવી રેકી કરાવી આપનારા બે સ્થાનિક સાગરીતો લાલસિંહ દોહારી અને ઈમરાન સૈયદને હથિયારો અને ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યા છે. આ ધરપકડ સાથે કામરેજ અને બુહારીમાં થયેલા ATM કટિંગના નિષ્ફળ પ્રયાસો તેમજ પલસાણામાંથી થયેલી ઈકો ચોરી સહિત કુલ 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્થાનિક સૂત્રધાર લાલસિંહ અને ઈમરાન બંને સિક્યોરિટી ગાર્ડ વગરના અને કે છેવાડાના હાઈવે ટચ ATM મશીનોની રેકી કરતા હતા. રેકી બાદ તેઓ મેવાતી ગેંગને માહિતી પહોંચાડતા હતા. ત્યારબાદ, પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ પ્રથમ કાર ચોરીને તેનો નંબર પ્લેટ બદલી નાખતા અને પછી ATM ચોરીને અંજામ આપતા હતા.
ગત 13 ઓક્ટોબરે કામરેજ ખાતે આવેલ SBI ATM માં ગેસ કટર વડે ચોરીનો પ્રયાસ કરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા ગેંગ ત્યાંથી નાસી છૂટી હતી. આ ઘટના બાદ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, ખાનપુરથી વાસંદારૂંઢી રોડ પર સ્વિફ્ટ કાર (GJ-12-CG-3344) પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરી બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે હાલ હરિયાણાના 4 વોન્ટેડ શખ્સોની શોધખોળ તેજ કરી છે.