🔥 TRENDING Fact Check: Video Does Not Show Indian... Arunachal's Sacred Buddha Relics: Hist... Josh Hazlewood gives middle finger to... Hundreds of SUMP Activists Gherao Arun... ਮਹਿੰਗਾਈ ਦਾ ਵੱਡਾ ਝਟਕਾ, 8 ਰੁਪਏ ਪ੍ਰਤੀ ਲੀਟ... Bhopal Road Rage: Blogger’s Bike Struc...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર LCBનો દરોડો, 50થી વધુ ઉદ્યોગપતિઓ હાજર હોવાની ચર્ચા મહિલાઓના મોઢા સંતાડી ઈજ્જત બચવાની કોશિશ.

✍️ Reporter: Chandrakant Mistry 🗓 01 Nov 2026, 07:50 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં દારૂની મહેફિલનો વિડિયો વાયરલ થતાં રાજકોટ LCB ઝોન-2ની ટીમે ઓચિંતો દરોડો પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રંગિલા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હોવાના દાવાથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલમાં દારૂની જામી પડેલી મહેફિલનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રાજકોટ LCB ઝોન-2ની ટીમે સરાઝા હોટલ પર ઓચિંતો દરોડો પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દારૂ પાર્ટીમાં 25 કરતા વધારે કપલ હોવાની આશંકા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, હોટલમાં કોઈ વ્યક્તિની બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી. જોકે, બર્થડે પાર્ટીની આડમાં અંદર દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટીમાં 25થી વધુ કપલ્સ હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે.પૈસાદાર મહિલાઓની મોઢું ઢાંકી ઈજ્જત બચાવવાની કોશિશ કરવામાં આવી.

50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓની હાજરી ચર્ચાની એરણે આવેલી આ દારૂ પાર્ટીમાં શહેરના 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વધુમાં, આ સમગ્ર હાઈપ્રોફાઈલ પાર્ટી જાણીતા ડેકોરા ગ્રુપ સાથે સંકળાયેલી હોવાનો દાવો પણ સામે આવી રહ્યો છે. હોટલના પાર્કિંગમાં પણ લક્ઝરિયસ અને મોંઘીદાટ ગાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
પોલીસ કાફલો પહોંચતા જ અફરાતફરી હોટલમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળતા જ એલસીબી ઝોન-2ની ટીમ ઓચિંતી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ કાફલો અચાનક આવી પહોંચતા દારૂની મહેફિલ માણી રહેલા હાઈપ્રોફાઈલ લોકોમાં અફરાતફરી અને ભારે નાસભાગનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક હોટલના પરિસરને કવર કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ આ સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે, દારૂ પાર્ટી અંગે કે કયા કયા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી પોલીસ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આખરે આ હાઈપ્રોફાઈલ પાર્ટીનું આયોજન મુખ્યત્વે કોણે કર્યું હતું અને પોલીસની કાયદેસરની તપાસના અંતે કયા નામો સત્તાવાર રીતે સામે આવે છે, તેના પર હાલ સમગ્ર રાજકોટ શહેરની નજર મંડાયેલી છે.
📲Get App