🔥 TRENDING Activist Abhijeet Dipke alleges police... Bus runs over schoolgirls in Damoh, CC... Kashmir Times Publishes Follow‑up on M... Baddi Police Lack Capacity to Combat R... Gujarat ATS and Valsad SOG Arrest Thre... Implementation of UPI Transaction Char...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડીના વિડજ ગામે LCBનો સપાટો: દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠીઓ ઝડપી, 4.76 લાખનો મુદ્દામાલ જપ્ત
Crime

કડીના વિડજ ગામે LCBનો સપાટો: દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠીઓ ઝડપી, 4.76 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Hanifbhai Mahammadbhai Jadav 🗓 21 Aug 2026, 09:00 PM 👁 196
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કડીના વિડજ ગામમાં દરોડા પાડી દેશી દારૂ બનાવતી બે ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. પોલીસે કુલ 4.76 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિડજ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે પોયણી તલાવડીના કિનારે બાવળની ઝાડીમાં અને વિડજ ગામમાં એક મકાનની બહાર ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે કુલ 18,000 લીટર વોશ અને 120 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દેશી દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા 200 લીટરના 90 પ્લાસ્ટિકના પીપ અને અન્ય સાધન સામગ્રીનો પોલીસ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 4.76 લાખ હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.

દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પર મળી આવ્યા નહોતા. આ મામલે ભાવેશજી રમેશજી ઠાકોર, ખોડાજી કાળાજી ઠાકોર અને જીગરજી ઉર્ફે જીગો જીલુજી ઠાકોર વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App