Crime
ગીર સોમનાથ: લાખાપરા ગામે LCBના દરોડામાં 44 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
Watch on:
▶️ YouTube
સુત્રાપાડાના લાખાપરા ગામે LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 44 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે LCB ટીમે લાખાપરા ગામે દરોડો પાડી 44 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 44 બોટલ વિદેશી દારૂ, એક બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 57,380 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર ફારૂક ઇબ્રાહિમ શેખ નામનો ઈસમ વોન્ટેડ જાહેર થયો છે. સુત્રાપાડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.