🔥 TRENDING गाम महरौली मुझे सरकारी स्कूल की हालत द... बाजपुर में वन विभाग की SOG टीम ने लकड़... Bihar BJP Chief Accuses Rahul Gandhi o... Maharashtra to See 2–4°C Drop in Minim... PM Modi Commends Bihar Museum's Top Ra... NCP (SP) Demands Apology from Congress...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા LCBએ ત્રણ મહિનાથી ફરાર પ્રોહિબિશન ગુનાના આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 01:49 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને LCB પાલનપુરની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડ્યો છે..

બનાસકાંઠા LCB પાલનપુરની ટીમે ત્રણ મહિનાથી ફરાર ચાલી રહેલા વિદેશી દારૂના ગુનાના આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા-ફરતા આરોપી દશરથસિંહ ચતુરસિંહ જાતે ઝાલા,રહે.ડાળી,તા.ઊંઝા,જી.મહેસાણાને LCB પાલનપુરની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો..

પકડાયેલ આરોપી દશરથસિંહ અગાઉ પણ ઊંઝા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત પાંચ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. LCB ટીમે આરોપીને ઝડપી પાડ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરી બનાસકાંઠા રેન્જના ઇચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં LCB પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ગઢવી,હેડ કોન્સ્ટેબલ કનકસિંહ રાજેન્દ્રસિંહ,હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ,પોલીસ કોન્સ્ટેબલ સંકેતકુમાર મોતીલાલ,પોલીસ કોન્સ્ટેબલ નિશાંત નાનાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ ગુલાબસિંહ ચંદનસિંહ,પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બાબુજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
📲Get App