🔥 TRENDING जहानाबाद के मखदूमपुर में प्रशासन द्वार... વડોદરા કલેક્ટર કચેરીમાં જિલ્લા ફરિયાદ... Gaj zadpayo ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੁਸਹਿਰਾ ਗਰਾਊਂਡ ਵਿੱਚ ਰਾਮਲੀਲਾ... Indravati Tiger Reserve Reopens to Tou... Congress warns of intense protest if a...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા દોઢ વર્ષથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 09:28 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને છ મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરીના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠા દ્વારા સજા વોરંટના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.છેલ્લા દોઢ વર્ષથી ફરાર ચાલી રહેલા આ આરોપીને LCB ની ટીમે હિંમતનગર નજીકથી ઝડપી લીધો છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા, ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિમલ.આર.ચૌહાણના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી..

આરોપી અમરતભાઈ કેશાભાઈ રાવળ,રહેવાસી અડપોદરા,તા.હિંમતનગર, જી.સાબરકાંઠા,નામદાર ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ, હિંમતનગર ફોજદારી કેસ નં. ૪૩૧/૨૦૨૨ માં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ગુનાહિત ઠેરવી છ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ હુકમના અમલ માટે આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.LCB ની ટીમે સતત તપાસ બાદ આરોપી અમરતભાઈ કેશાભાઈ રાવળને હિંમતનગર રાજપુર ગામ પાસેથી શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોતે સજા વોરંટના કામે નાસતો ફરતો હોવાનું કબૂલ્યું હતું. LCB દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App