🔥 ट्रेंडिंग बेगूसराय स्टेशन पर ट्रेनों के विलंबित... ग्राम पंचायत बलबहरा में शौचालय सुविधा... ટેન્ડયુ ડૂબી જતા 2 મૃત્યુ देवघर में उत्पाद विभाग की बड़ी कार्रवा... बोरवेल मे फसें पटनै में छात्र आंदोलन: सीईसी गीयनश कुम...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 16 अक्टू. 2026, 04:34 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં કેમિકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, રૂ. 68.20 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓ ઝડપાયા ચાંગોદર GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતી કુખ્યાત રેકેટનો પર્દાફાશ
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ચાંગોદર વિસ્તારમાં કેમિકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમી અને બાજ નજરના આધારે તપાસ હાથ ધરીને ચાંગોદર GIDC વિસ્તારમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 5 આરોપીઓને ઝડપી પાડી રૂ. 68.20 લાખના મુદ્દામાલ સાથે ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાઇવે પર ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ થતાં ચોરીના નેટવર્કમાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.કુલ રૂ. 68.20 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે ટેન્કર, કેમિકલ, વાહનો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય LCBની આ કાર્યવાહીથી કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App