🔥 TRENDING मथुरा पुलिस विभाग में बड़ा फेरबदल: 23... Meta launches its most powerful AI mod... India Launches First AI Ambassador "De... બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ચોથા નોરતે... Hackers Target French Supermarkets, Tr... यूट्यूबर अश्वी यादव सहित सात पर 5 करोड...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી LCB દ્વારા શામળાજી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 01:14 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી LCB પોલીસે શામળાજી નજીક ગુણીયાકુવા ગામની સીમમાંથી એક મારૂતી સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦૪૪ બોટલ/ટીન સાથે કુલ રૂ. ૭,૭૩,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ કાર ચાલક અને સાથીદાર સહિત બે ઈસમોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે..

અરવલ્લીમાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ગુણીયાકુવા ગામની સીમમાં શામળાજી-ભિલોડા રોડ પર LCB ટીમે એક મારૂતી સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૦૪૪ બોટલ/ટીન કબજે કરી છે. આ દારૂની કિંમત આશરે રૂ. ૨,૭૩,૩૬૦/- થાય છે. પોલીસે કાર સહિત કુલ રૂ.૭,૭૩,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા..

આ સૂચનાઓના પગલે LCB અરવલ્લી-મોડાસાના પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ. ઝાલાની અધ્યક્ષતા હેઠળ ટીમ શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શામળાજી તરફથી આવતી એક શંકાસ્પદ મારૂતી સ્વીફ્ટ ગાડીને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ભિલોડા તરફ ભગાવી હતી.LCB ટીમે ખાનગી વાહનમાં ગાડીનો પીછો કર્યો હતો. જોકે, ગુણીયાકુવા ગામની સીમમાં ગાડી ચાલકે રોડ નીચે ખેતરમાં ઉતારી દીધી હતી. રાત્રીના અંધારાનો લાભ લઇ ગાડી ચાલક અને તેની બાજુમાં બેઠેલ અન્ય એક ઇસમ ગાડીમાંથી ઉતરી નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૩૨ પેટીઓ, જેમાં ૧૦૪૪ નંગ બોટલ અને ટીન મળી આવ્યા હતા..

પોલીસે ગાડીના ખોટા નંબર GJ.18.AH.4662 ની જગ્યાએ સાચા નંબર GJ.23. CC.1836 ની તપાસ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, મારૂતી સ્વીફ્ટ ગાડી (કિંમત આશરે રૂ. ૫,૦૦,૦૦૦/-) અને અન્ય મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીમાં LCB ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની સરાહનીય કામગીરી રહી હતી.આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ.એચ.ઝાલા પોલીસ ઇન્સપેકટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી.વાઘેલા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.તોમર,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અક્ષેન્દ્રસિંહ જયદીપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર અરવિદભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેશસિંહ દીપસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ સાલુસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બેચરભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુધીરકુમાર બાબુભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કેતનકુમાર કીરીટભાઈ..
📲Get App