🔥 TRENDING ATM chor Night temperatures to plunge in Belaga... ડિંડોલી પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવન... જૂનાગઢ નેત્રમ શાખાને ૨૦મી વખત સર્વોત્ક... Vijayapura District Launches Preparati... सुपौल में स्वच्छ सेवा आकलन 2026 के लिए...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી LCBએ પ્રોહિબિશનના ગુનામાં ચારેક માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો..
Crime

અરવલ્લી LCBએ પ્રોહિબિશનના ગુનામાં ચારેક માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Oct 2026, 04:05 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા આરોપીને મોડાસા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી અમદાવાદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો..

અરવલ્લીમાં-:
LCB દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા આરોપીને મોડાસા સહયોગ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વીરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક જાડેજા મનોહરસિંહ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આયોજિત ડ્રાઈવના ભાગરૂપે કરવામાં આવી હતી..

પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે. તોમર અને વી.ડી. વાઘેલાના નેતૃત્વ હેઠળ LCB સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારોને સક્રિય કરીને આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, LCB સ્ટાફ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમીદાર પાસેથી ચોક્કસ હકીકત મળી હતી.બાતમીના આધારે શામળાજી પોલીસ સ્ટેશનના ગુ.રજી.નંબર-૧૧૧૮૮૦૧૦-૨૬૦૨૫૭/૦૨૬, અમદાવાદ જિલ્લાના નરોડા પોલીસ સ્ટેશનના ગુ.રજી.નંબર-૧૧૧૮૮૯૧૦૩૫૨૬૦૫૮૮/૦૨૬ અને ૧૧૧૮૮૯૧૦૩૫૨૬૦૬૧૭/૦૨૬, તેમજ સરદારનગર પોલીસ સ્ટેશનના ગુ.રજી.નંબર-૧૧૧૮૮૯૧૦૪૦-૨૧૧૨૨૦/૦૨૬ હેઠળ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ નાસતા ફરતા આરોપી હારૂન સન ઓફ જબ્બારભાઈ જમાલભાઈ શેખ (ઉ.વ.૩૮, રહે. પંડિતની ચાલીની બાજુમાં, નરોડા પાટીયા, નુરાની મસ્જિદ પાછળ, અમદાવાદ) ને મોડાસા સહયોગ ચોકડીથી ઝડપી પાડવામાં આવ્યો..

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તે ઉપરોક્ત ગુનાઓમાં વોન્ટેડ હોવાનું અને નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું.આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસમાં સામે આવ્યો છે,જેમાં અમદાવાદ જિલ્લાના નરોડા અને સરદારનગર પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ,ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ઈ.પી.કો.ની કલમો હેઠળ નોંધાયેલા અનેક ગુનાઓનો સમાવેશ થાય છે..

પોલીસે આરોપીને શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કલમો હેઠળ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અમદાવાદ જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી છે.આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ.એચ.ઝાલા પોલીસ ઈન્સપેક્ટર,વી.જે.તોમર પોલીસ સબ ઈન્સપેક્ટર,વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કલ્પેશસિંહ કરણસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ ભિમસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિલીપભાઈ થાનાભાઈ નોંધ લેવામાં આવી છે.
📲Get App