🔥 TRENDING Massive Protest Demanding Re-inclusion... સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓ... जंतर-मंतर पर विरोध प्रदर्शन: अपनी मांग... पुन्हाना CIA ने 2022 के पुराने मामले म... पोषण ट्रैकर में बिहार में दूसरा स्थान:... হলদিয়া মঞ্জুশ্রী মোড় । দূর্গা পূজা...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર જિલ્લામાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એક ઈસમ મહેસાણા LCB દ્વારા ઝડપાયો..
Crime

ગાંધીનગર જિલ્લામાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એક ઈસમ મહેસાણા LCB દ્વારા ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 06:06 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માસ અગાઉ ચોરાયેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલને ₹૧૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે વિજાપુર પાસેથી ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલ્યો છે..

મહેસાણામાં-:
વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના નિર્દેશો હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સક્રિય છે.આ સૂચનાઓના પાલનમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા વાહન ચોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખી બાતમી મેળવી વધુમાં વધુ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન LCB સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીકુવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીના આધારે, વિજાપુર સ્ટેશન ચક્કર ખાતેથી પંકજભાઈ ઉર્ફે અજયભાઈ બાબુભાઈ શંકરભાઈ જાતે-દંતાણી (ઉ.વ. ૨૦, ધંધો-મજૂરી) ને ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસે હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ હતી, જેની નંબર પ્લેટ લગાવેલી ન હતી..

પોલીસે મોટરસાયકલના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતાં ચેસીસ નંબર ઘસાયેલો જણાયો હતો. એન્જિન નંબર HA10EJEHG52929 હોવાનું જણાયું હતું. RTO નંબરની તપાસ કરતાં GJ.18.CG.9362 રજીસ્ટ્રેશન નંબર હોવાનું સામે આવ્યું. જ્યારે મોટરસાયકલના માલિકીના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને ગલ્લા-તલ્લા કરતો હતો. આથી પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે લગભગ એક મહિના પહેલાં આનંદપુરા ગામે રાત્રિના સમયે એક વાડામાંથી આ મોટરસાયકલ ચોરી કરી હતી,કારણ કે તેને બાઇકની જરૂર હતી.આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ મોટરસાયકલ ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુના (પાર્ટ.એ.ગુ.ર.નં-૧૧૨૧૬૦૦૯૨૬૦૫૯૦/૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ) માં ચોરાયેલ હતી. પોલીસે ₹૧૫,૦૦૦ ની કિંમતની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી આરોપી પંકજભાઈ ઉર્ફે અજયભાઈ બાબુભાઈ શંકરભાઈ જાતે-દંતાણી (રહે. મૂળ પાન્છા, તા.ખેરાલુ, જી.મહેસાણા; હાલ રહે. આનંદપુરા રોડ છાપરામાં, ગામ-સોલૈયા, તા.માણસા, જી.ગાંધીનગર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વિજાપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી કાકરેચા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહની પ્રશંસનીય કામગીરી રહી.
📲Get App