🔥 TRENDING ਝੋਨੇ ਦੀ ਖਰੀਦ ਦਾ ਜਾਇਜ਼ਾ : ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ... नोएडा के भंगेल स्थित इंडियन बैंक ब्रां... परिवार को चाहिए जवाब, केवल आश्वासन नही... ਚੋਣ ਅਧਿਕਾਰੀਆਂ ਨੇ ਬੂਥ ਲੈਵਲ ਤੇ ਬੀ ਐੱਲ ਓਜ... AP Excise Dept Issues New Notification... Google Faces Backlash Over Indian Data...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા વરલી મટકાનો જુગાર રમતા ૬ શખ્સોને રોકડ અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 04:30 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા LCB ટીમે રેલ્વે સ્ટેશનથી પીલાજીગંજ તરફ જતા રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ૬ ઈસમોને કુલ રૂપિયા ૧૮,૫૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી..

મહેસાણામાં-:
પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના નિર્દેશ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણા સક્રિય બની છે.LCB ટીમે બાતમી હકીકતના આધારે મહેસાણા શહેરમાં રેલ્વે સ્ટેશનથી પીલાજીગંજ તરફ જતા જાહેર રોડની બાજુમાં ફુટપાથ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા કુલ ૬ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાને મળેલી ખાનગી બાતમીના આધારે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ પરમાર અને LCB સ્ટાફની ટીમે તાત્કાલિક રેઇડ કરી હતી.આ રેઇડ દરમિયાન પોલીસે છ જુગારીઓને રોકડ રકમ રૂપિયા ૧૩,૫૩૦/- , મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/- , અને વરલી મટકાના આંક લખેલી ચિઠ્ઠીઓ સહિત કુલ રૂપિયા ૧૮,૫૩૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં જાકીરહુસેન અકબરભાઈ નાગોરી, અકબરભાઈ ગુલામભાઈ શેખ,સિકંદરભાઈ યાસીનભાઈ બહેલીમ,મહંમદ ઇરફાન હૈદરભાઇ બહેલીમ,સુનિલ શાંતિલાલ રાવળ અને અખ્તરહુસેન ઉર્ફે ગંગવા શેખનો સમાવેશ થાય છે.આ તમામ આરોપીઓ મહેસાણા શહેર અને ઉનાવા ગામના રહેવાસી છે..

આરોપીઓ વિરુદ્ધ મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી LCB દ્વારા પ્રશસનીય કામગીરી કરનાર એલ.સી.બી.મહેસાણાના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ એમ કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,બી એ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિમલકુમાર લાલજીભાઈ,શક્તિસિંહ મુકેશસિંહ પોલીસ કોન્સ્ટેબલ,બિપિનકુમાર નારાયણભાઇ પોલીસ કોન્સ્ટેબલ,કરણભાઇ રામાભાઇ પોલીસ કોન્સ્ટેબલ,આશિકુમાર માધવલાલ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઈ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App