🔥 TRENDING President Returns to Delhi After Three... Uttarakhand's Industry-Friendly Polici... Uttarakhand CM Dhami mourns actor Nana... Uttarakhand registers over 29,000 new... 33 Delhi officers transferred across h... नर्सिंग शिक्षणाला बळकटी, 23 परिचर्या म...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી LCB દ્વારા વાહન ચોરીના ગુનામાં સગીરને શામળાજી પાસેથી ઝડપી લેવાયો

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 11:55 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને શામળાજી (આશ્રમ) નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના બાદ કરવામાં આવી હતી.

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ડ્રાઈવના ભાગરૂપે LCB અરવલ્લી દ્વારા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન LCB ટીમને બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિશોર શામળાજી (આશ્રમ) નજીક ઉભો છે.મળેલ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક સદર સ્થળ પર તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન બાતમી સાચી ઠરતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યો હતો.આ કિશોર શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર ૧૧૧૮૮૦૧૦૨૬૦૩૩૪/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો..

LCB ટીમે આ કિશોરને કાયદેસર રીતે ડીટેઈન કરી આગળની કાર્યવાહી માટે શામળાજી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચનાઓ અનુસાર કરવામાં આવી હતી.આ સફળ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી.વાઘેલા,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ કાન્તીભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મયુર ડુમાર દીનુભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કેતનકુમાર કીરીટભાઈ સહિતનો સ્ટાફ સામેલ હતો.
📲Get App