🔥 TRENDING હિંમતનગરમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને... President Returns to Delhi After Three... Uttarakhand's Industry-Friendly Polici... Uttarakhand CM Dhami mourns actor Nana... Uttarakhand registers over 29,000 new... 33 Delhi officers transferred across h...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ LCB દ્વારા અંક્લેશ્વર રૂરલ પોક્સો ગુનાના પાંચ વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Oct 2026, 11:10 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા LCB ની ટીમે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોક્સો ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને મહારાષ્ટ્રના નાશીક જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે..

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાશીક જિલ્લાના મટાણેનગર ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે.

આરોપી ભરૂચ જિલ્લાના મોસ્ટ વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓની યાદીમાં પણ સામેલ હતો. LCB ની ટીમે બાતમીના આધારે નાશીક ખાતે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી ગુનાખોરી ડામવામાં પોલીસ વિભાગની સક્રિયતા જોવા મળી છે.ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી રહ્યો છે. LCB ની આ કાર્યવાહીથી ગુનાખોરી ડામવામાં પોલીસ વિભાગની સક્રિયતા અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
📲Get App