🔥 TRENDING ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರೈತರ ಮಕ್ಕಳ ಮದುವೆ ಸಮಸ್ಯೆ... ભરૂચના ઝઘડિયા તાલુકામાં 12 વર્ષીય બાળક... विधायक श्री छोटेलाल वर्मा के परिवार को... 264 New Health Clinic Buildings in And... CM Naidu Pledges Rs 500 Cr for Amarava... Visakhapatnam’s Fort Catholic Girls’ S...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી LCBએ પ્રોહિબિશનના ગુનામાં ચારેક માસથી ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 07:42 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી રૂપાભાઈ ફતાભાઈ કલાસવાને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજસ્થાન રાજ્યના બીછીંવાડા મુકામેથી ઝડપી પાડવામાં આવ્યો છે..

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચારેક માસથી ફરાર ચાલી રહેલા આરોપી રૂપાભાઈ ફતાભાઈ કલાસવાને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજસ્થાન રાજ્યના બીછીંવાડા મુકામેથી સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.આ સૂચનાઓના અનુસંધાને એમ.એચ.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસાની અધ્યક્ષતા હેઠળ વી.જે.તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વી.ડી.વાઘેલા,પી.પી.સોલંકી (પેરોલ ફર્લો અરવલ્લી) અને એલ.સી.બી.સ્ટાફના માણસોએ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી..

કામગીરી દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ ભિમસિંહને બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ (એ),(ઈ),૮૧ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી રૂપાભાઈ ફતાભાઈ કલાસવા (ઉ.વ. ૫૦, રહે. કલાસવા ફળીયુ,કાકરા ડુંગરા,તા.નયાગાવ,જી.ઉદેપુર,રાજસ્થાન) બીછીંવાડા બસ સ્ટેન્ડ નજીક ઉભો છે.આ બાતમીના આધારે ટીમે સદર જગ્યાએ તપાસ કરતાં આરોપી રૂપાભાઈ મળી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.આરોપી રૂપાભાઈ ફતાભાઈ કલાસવાને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ગુનો શામળાજી પોલીસ સ્ટેશનના રજીસ્ટર નંબર ૧૧૧૮૮૦૧૦૨૫૦૦૧૪/૨૦૨૫ ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ) (ઈ), ૮૧ મુજબનો છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં એમ.એચ.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર,વી.જે.તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પી.પી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો અરવલ્લી,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને જયેન્દ્રસિંહ ભિમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.
📲Get App