Crime
અરવલ્લી LCB દ્વારા મોરડુંગરી નજીકથી ૬૩ લાખથી વધુનો પોશડોડાનો જથ્થો અને હથિયારો સાથે એક ઝડપાયો..
અરવલ્લી LCB ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરતાં મોરડુંગરી ગામની સીમમાં એક સ્કોર્પીયો ગાડીમાંથી ૪૨૫.૮૦૦ કિલોગ્રામ પોશડોડા, ૨ પિસ્તોલ, ૧૧ કારતુસ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે..
અરવલ્લીમાં-:
LCB ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે.માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોરડુંગરી ગામની સીમમાં સન ગોલ્ડ હોટલ નજીક હાઈ-વે રોડ પરથી એક સ્કોર્પીયો ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી કેફી માદક પદાર્થ પોશડોડા (કાલા)નો જંગી જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાડીમાંથી કુલ ૪૨૫.૮૦૦ કિલોગ્રામ પોશડોડા જપ્ત કર્યા હતા, જેની કિંમત આશરે ૬૩,૮૭,૦૦૦ રૂપિયા થાય છે..
આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી દેશી હાથ બનાવટની ૨ પિસ્તોલ, ૨ મોબાઈલ ફોન, ૨ ફાસ્ટેગ, ૧૧ જીવતા કારતુસ, ૧ વપરાયેલ (ફુટેલ) બુલેટ, ૨ ખાલી કારતુસ, ૫ આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર પ્લેટો, ૧ એરફીલ્ટર કવર અને સ્કોર્પીયો ગાડી કબજે લીધી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે ૮૫,૦૮,૧૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી આ માદક પદાર્થની હેરાફેરી કરતા હતા.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પોશડોડા મધ્યપ્રદેશ રાજ્યના મંનસૌર ખાતેથી વાહન મારફતે ગુજરાતના માર્ગે થઈ રાજસ્થાન રાજ્યના બાડમેર ખાતે હેરાફેરી કરવાનો હતો..
પોલીસે આ માદક પદાર્થની હેરાફેરી કરતા બિશ્નોઈ ગેંગના એક સભ્યને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.LCB ની આ સફળ કામગીરીથી નશાના કારોબાર સામે લાલ આંખ કરવામાં આવી છે.આ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.ઝાલા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.તોમર,વી.ડી.વાઘેલા,પી.પી.સોલંકી સહિતનો સ્ટાફ સામેલ હતો.