Crime
સાબરકાંઠા LCBની મોટી કાર્યવાહી: કપાસની આડમાં ઉગાડેલો રૂ. ૧.૭૨ કરોડનો ગાંજો ઝડપાયો
Watch on:
📘 Facebook
સાબરકાંઠા LCB પોલીસે પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે કપાસના ખેતરમાંથી રૂ. ૧.૭૨ કરોડની કિંમતનો ૯૬૭ છોડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા "SAY NO TO DRUGS" અને "ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા" મિશન અંતર્ગત સ્થાનિક ગુના શાખા (LCB)ને મોટી સફળતા મળી છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિરેન્દ્રસિંઘ યાદવ (IPS) અને સાબરકાંઠા પોલીસ અધીક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS)ની સૂચના અનુસાર LCB પોલીસે પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે દરોડો પાડ્યો હતો.
પોલીસે આ દરોડા દરમિયાન કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાંથી કુલ ૩૪૫.૬૦૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧.૭૨ કરોડ આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસે ગાંજાના ૯૬૭ છોડ પણ જપ્ત કર્યા છે.
LCBના પી.આઈ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.જે. ચાવડા, પી.એસ.આઈ. આર.કે. જોષી તથા એલસીબી સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન આ.હે.કો. દેવરાજ અને આ.પો.કો. નીલેષકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે કોટડા ગઢી ગામમાં એક ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.